આણંદ એસટી ડેપોમા ડ્રાઇવર કંડક્ટરની ઘટથી છાશવારે રૂટ રદ...
આણંદ એસટીડેપોમાંથી 84 શીડ્યુલ થકી 151 રૂટ પર 532 ટ્રીપો દોડાવવામાં આવે છે. દૈનિક 5200થી વધુ મુસાફરો અવરજવર કરે છે. ત્યારે સારી આવક આપતાં આણંદ ડેપોમાં છેલ્લા છ માસથી 27 ડ્રાઇવર અને 14 કંડક્ટરની ઘટના પગલે દરરોજ 18 વધુ કર્મચારીઓને ઓવરટાઇમ ફરજ બજાવવાનો વારો આવે છે. ત્યારે ડ્રાઇવર કંડક્ટરની ઘટ અને એસટી બસની આવરદા પુરી થઇ ગઇ હોય તેવી એસટીબસોને કારણે રૂટ રદ થતાં મુસાફરો અટવાય છે. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લઇને તાત્કાલિક નવી એસટીબસો અને ડ્રાઇવર કંડક્ટરની ભરતી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.