વાપી-શામળાજી હાઈવેના નદીના પુલની બાજુમાં તિરાડો...
ગત વર્ષે વરસાદમાં વાંસદાથી ઉનાઈ વાપી-શામળાજી હાઈવે પર કાવેરો નદીના પુલની લગોલગ હાઈવે પર રસ્તાની બાજુમાં ધોવાણ થતા રસ્તા પર મોટી તિરાડો પડી જવા પામી હતી. જ્યા તકેદારી રૂપે વાંસદા પોલીસ દ્વારા સાવચેતીના પગલાં રૂપે બેરીકેટ મુકવામાં આવ્યા હતા. જોકે હાઈવે ઓથોરિટી આ બાબતે વામળી પુરવાર થઈ હતી. એક વર્ષ વીત્યું હોવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારારીપેરીંગ કામ કરવામાં આવ્યું ન હતું. અહી વાહન ખાબકે તો સીધુ નદીમાં ખાબકે એટલું જોખમી હોવા છતાં તંત્ર દ્વારા રસ્તાની બાજુમાં સળિયા ખુંપી રિબ્બીન બાંધી વાહનોની સલામતી માટે આડ્સ મૂકી તંત્ર પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે.