આણંદ જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વરસાદી માહોલ...
આણંદ જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે મોસમનો સરેરાશ 23 ઇંચ વરસાદ વરસી ચૂકયો છે. સોમવાર સવારથી વાદળોના ઘેરાવા વચ્ચે વરસાદી ઝાપટાંનો દોર જોવા મળ્યો હતો. બપોરે 5 કલાક વિરામ લીધા બાદ વાદળોની શાહી સવારી આવી પહોંચતાં માત્ર 25 મિનિટમાં 22 મીમી વરસાદ વરસ્યો હતો. જેના પગલે દિવસ દરમિયાન 1 ઇંચ વરસાદ આણંદમાં નોંધાયો છે.