ડાયાલિસિસ સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર શિફ્ટ કરાયું..
કચ્છના મુખ્ય મથક સમાન ભુજની જી.કે.જનરલ અદાણી હોસ્પિટલ હજારો જરૂરિયાતમંદો માટે આશીર્વાદ રૂપ છે ત્યારે આ સરકારી હોસ્પિટલમાં હવે ડાયાલિસિસના દર્દીઓને વધુ સગવડ પ્રાપ્ત થાય એ હેતુસર ડાયાલિસિસ સેન્ટર ઉપરના માળેથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને ઈમરજન્સી વોર્ડની નજીક શરૂ કરવામાં આવ્યું છે જેને લઇ દર્દીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે.