પાલનપુરના પરિવારની કાર વ્હોળામાં ફસાઈ...
પાલનપુરનો પરિવાર રાજસ્થાનના સુંધામાતાના દર્શન કરીને પરત પાલનપુર આવી રહ્યા હતા દરમ્યાન રાનીવાડા નજીક શોર્ટકટ રસ્તો હોઈ એ બાજુ આગળ વધ્યા પરંતુ ત્યાં પાણીના વહેણમાં કાર તણાવા લાગી હતી. દરમિયાન ગ્રામજનો પહોંચી જતા પરિવારના સભ્યો જેમ તેમ કરીને બહાર કાઢ્યા હતા. સૌ હેમખેમ બચી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.