કાંસના પાણી ફરી વળતા ઇસણાવ સહિત 5 ગામની 900 વીંઘામાં પાક નષ્ટ....
સોજીત્રા-તારાપુર પંથકમા 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે તારાપુરનો મોટા કાંસ ઓવરફ્લો થયો હતો. જેથી ત્રંબોવાડ કાંસમાં પાણી બેક વાગતા 10 કિમી સુધી સીમ વિસ્તારમાં કાંસના પાણી ખેતરોમાં ફરી વળ્યાં છે. ખાસ કરીને પીપળાવ, ઇસાણવા, હરમાનપુરા સહિત ગામોની 300 એકર જમીન એટલેકે 900 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું છે. જેના કારણે ડાંગર, બાજરી અને શાકભાજીના પાકને ભારે નુકશાન થયું છે. ત્યારે હવે સરકારે સર્વે કરીને વળતર ચુકવે તેવી લાગણી ભૂમિપુત્રોએ વ્યક્ત કરી છે.