અંધકારમા છે યાત્રાધામ અંબાજી....
યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે અનેકો વિકાસના કામો કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ હેઠળ થવાના છે. પણ અંબાજીની અમુક સમસ્યાઓના નિરાકરણ લાવવા માટે સ્થાનિક તંત્ર નબળું પુરવાર થયુ છે. અંબાજીમાં મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમા જોવા મળી રહી છે. તો રાત્રિના સમયે જાહેર માર્ગો અંધકારમાં છવાયા જોવા મળી રહ્યા છે. જેના કારણે રાત્રિના સમયે આવતા યાત્રાળુઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.