ત્રણ કથિત પત્રકારોએ સ્પા સંચાલક પાસે માંગેલી ખંડણીના કેસમાં 2 મહિલા પત્રકારોની ધરપકડ...
વલસાડ જિલ્લાના વાપીમાં યુટ્યુબ ચેનલમાં પત્રકાર તરીકે ફરજ બજાવતી 2 મહિલા સહિત 3 કથિત પત્રકારો સામે સ્પા સંચાલકે 5 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ બાદ ફરાર થઇ ગયેલા 3 તોડબાજ પત્રકારો પૈકી 2 મહિલા પત્રકારોએ વાપીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજી કોર્ટે નામંજૂર કર્યા હતા. વાપી ટાઉન પોલીસેની ટીમે 2 કથિત મહિલા પત્રકારોને ઝડપી પાડી હતી. હજુ એક ભાગેડુ કથિત પત્રકારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.