વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઇ....
વલસાડ જિલ્લાના ઉપર વાસમાં પડેલા ભારે વરસાદને લઈને જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે અને ભય જનક સપાટીની નજીક વહેવા લાગી છે. જિલ્લાની ઔરંગા, પાર, કોલક દમંગાગંગા સહિતની તમામ નદીઓ ભય નજન સપાટી નજીક વહેવા લાગી છે. જેને લઈને વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોર્ડમાં આવ્યું છે. તટ વિસ્તારમા અધિકારીઓ મુલાકાત લઈને સતત પરિસ્થતિનો તાગ મેળવી રહ્યા છે. અને તટ વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.