પાલનપુરમાં 11 જર્જરિત મકાનો ઉતારી લેવાયાં....
પાલનપુરમા શહેરી વિસ્તારના, ભરચક બજારના અને કોટ વિસ્તારના મળી 11 જર્જરિત ઈમારતોને ઉતારી લેવાની કામગીરી ચાલી રહી છે. જેમાં મોટાભાગની ઇમારતો ઉતારી લેવાઈ છે. શહેરની સૌથી જોખમી ઢુંઢીયાવાડી વિસ્તારમાં આવેલી દેવ ચેમ્બરની 102 સંયુક્ત મિલકતો સામે સૌથી મોટું જોખમ હોવા છતાં અંદર રહેતા 5 થી 7 પરિવારોને પાલિકા હટાવી શકી નથી. હાલમાં પણ નાની મોટી 13 જર્જરિત ઇમારતોના માથે મોટું જોખમ હોવા છતાં પાલિકા માત્ર નોટિસ પાઠવી સંતોષ માની રહી છે.