નેત્રંગમાં કન્જક્ટિવાઇટિસ વકર્યો- તાલુકા આરોગ્ય વિભાગ એકશનમા....
નેત્રંગ તાલુકામા કન્જક્ટિવાઇટિસ રોગમા નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની તાબામાં આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા બાળકો પૈકી કોઈ કન્જક્ટિવાઇટિસની અસર જણાય તો તેનું સંક્રમણ અન્ય બાળકને નહિ ફેલાઈ માટે બાળકને માંદગીની રજા આપવા સાથે આરોગ્ય વિભાગમાં જાણ કરવા સુચના આપી દેવામાં આવી છે.તો આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ અધિકારી સહીત પી.એચ.સી., સી.એચ.સી તેમજ ગામેગામ ચેપી રોગને અટકાવવા જન જાગૃતિ ફેલાવવા આદેશ આપવામાં આવ્યો છે.