"ગંદા પાણી ડોલમાં ભરી પાલિકામાં ઠાલવીશું" - રહિશોની ચીમકી...
સોજિત્રામાં 10 દિવસ અગાઉ ભારે વરસાદ પડતાં ત્રંબોવાડ કાંસના પાણી ચારકૂવા ભાગોળથી લઇને ઇન્દિરા નગરી સુધી ઘુસી ગયા હતા. અને આજદિન સુધી વરસાદી પાણી હટ્યાં નથી. 10 દિવસ બાદ પણ હજી ઢીંચણસમા વરસાદી પાણી ભરાયેલા હોય ભારે દુર્ગંધ મારી રહી છે. ગામના કેટલાક વિસ્તારમાં ગટરના પાણી ઘરમાં ફરી વળ્યા હતાં. જેને લઇને સ્થાનિકોએ પાલિકામાં ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી હતી. સાંજ સુધી વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નહીં થાય તો શુક્રવારે તમામ રહીશોએ ગંદા પાણીને વાસણોમાં ભરીને પાલિકામાં ઠાલવવાની ચીમકી ઉચ્ચારી છે.