વિસનગરના ભાંડુ ગામે ત્રણ તાલુકાના ખેડૂતોની લોક સુનાવણી....
અમદાવાદ થી થરાદ સુધી સિક્સ લાઈન બનનારા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેમાં મહેસાણા જિલ્લામાં સંપાદન થનારી મહેસાણા સહિત 3 તાલુકાના 22 ગામડાઓનાં ખેડૂતોની શુક્રવારના રોજ ભાંડુ ગામે લોક સુનાવણી યોજાઈ હતી. જેમાં હાજર રહેલા 100થી વધુ ખેડૂતો પૈકી કેટલાકે નવીન બનનારા આ રોડ પાણીના વહેણથી વિરુદ્ધ દિશામાં હોવાથી આજુબાજુની જમીનનો ચોમાસામાં ડૂબમાં જશે એવો ભય વ્યક્ત કરી રજૂઆત કરી હતી.