નવસારીમાં મેઘતાંડવ - માત્ર ચાર કલાકમાં 10 ઇંચ વરસાદ....
દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં શુક્રવારે અતિભારે વરસાદને કારણે ઠેરઠેર જળબંબાકાર સર્જાયો હતો. નવસારીમાં એક જ સપ્તાહમાં બીજી વખત તોફાની વરસાદને કારણે લોકોની હાલત કફોડી બની હતી. નવસારીમાં માત્ર ચાર કલાકમાં 10 ઇંચ વરસાદ થયો હતો. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 1600થી વધુ લોકોને સ્થળાંતર કરાવાની ફરજ પડી હતી.