નવસારી-સુરતને જોડતા મુખ્ય માર્ગ પાણી ભરાતા લોકોને હાલાકી...
નવસારીથી સુરત જતાં મુખ્ય માર્ગ પર ધોધમાર વરસાદ કારણે સાતખાડી વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. સવારના 7 વાગ્યે અહીં વાહનોની 2 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. સવારના સમયે સાતખાડી વિસ્તારના લોકોએ નાળની બાજુમાં આવેલી માટીને જે.સી.બી થી દૂર કરીને પાણી નિકાલ કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.