‘સિગ્નેચર બ્રિજ’ની કામગીરી 92 ટકા પૂર્ણ..
લાખો લોકોની અસ્થાના પવિત્રધામ દ્વારકાના બેટ દ્વારકાના વિકાસ માટેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ઓખા-બેટ દ્વારકા ‘સિગ્નેચર બ્રિજ’ની કામગીરી 92 ટકા પૂર્ણ થી ગઈ છે.રૂપિયા 978 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ 2320 મીટરની લંબાઈ ધરાવતો કેબલ સ્ટેઇડ બ્રિજ પ્રવાસન સ્થળોના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહેશે.