આખરે દોઢ મહિના પછી આરટીઓની ગાડી પાટે ચઢી
કચ્છમાં દોઢ માસ પહેલા આવેલા બિપરજોય વાવાઝોડામાં ભારે નુકશાન થયું હતું જેમાં ભુજના આરટીઓના ટ્રેકને પારાવાર નુકશાન થયું હતું પરિણામે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહ્યો હતો.દરમિયાન ફરી એકવાર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરુ થતા આજ 2 દિવસમાં 300 વાહનચાલકોએ પરીક્ષા આપી હતી.આમ દોઢ મહિના બાદ ભુજ આરટીઓ કચેરીના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર વાહનો દોડતા જોવા મળ્યા હતા.