આણંદ જિલ્લામાં ચોમાસામાં વકરતા રોગચાળાએ ફરીવાર ઉપાડો લીધો છે. છેલ્લા એક સપ્તાહમાં રોજ શંકાસ્પદ મલેરિયા અને ડેન્ગ્યૂના 60થી વધુ દર્દી સરકારી અને ખાનગી દવાખાનામાં સારવાર લઇ રહ્યા છે. જયારે વાઇરલ ફીવરના દરરોજ 1200થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં વરસાદી વાતાવરણ 35 દિવસ સુધી રહેતા શહેર સહિત ગામે ગામ ઠેર ઠેર પાણી ખાબોચ્યાં અને અસહ્ય ગંદકીનું સામ્રાજય વધી ગયું છે. જ્યાં વરસાદે વિરામ લેતા મચ્છરો સહિત જીવાતોનો ઉપદ્વવ વધતાં રોગચાળાએ માઝા મૂકી છે.