કચ્છમાં ફરી ભૂકંપના આંચકા..
કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાઓથી ધણધણી ઉઠી હતી.કચ્છમાં આવેલ ભૂકંપના આંચકાની તીવ્રતા 4.5 હતી, 3 થી વધુની તીવ્રતાથી આંચકો આવતા કચ્છવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ભૂકંપના આંચકાનું કેન્દ્રબિન્દુ કચ્છ થી 15કિમી દૂર દુધઈ ઉત્તર -પૂર્વમાં હતું.ભૂકંપના આંચકાની જાણ થતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.