માંડવી બીચ ડૂબતા યુવાનોને બચાવાયા!
કચ્છના માંડવી બીચ પર સહેલાણીઓ વોટર સ્પોર્ટસની પણ મજા લઈ રહ્યા હતા.આ સમયે જ અહીં ન્હાતા ત્રણ યુવકો અચાનક ડૂબવા લાગતા બૂમાબૂમ કરવા લાગ્યા હતા. સદનસીબે આ સમયે વોટર સ્પોર્ટસના કર્મચારીઓ અને સ્થાનિક તરવૈયાઓ કાંઠા પર હાજર હોય તુરંત જ સ્પીડ બોટ દોડાવી હતી અને ડૂબી રહેલા યુવકો સુધી પોહોચી તેમને બચાવી લીધા હતા. સ્થાનિક તરવૈયાઓ ત્રણેયને બોટના માધ્યમથી કાંઠા પર લાવ્યા હતા.યુવાનો મોરબીના હોવાનું જણાવ મળ્યું હતું.