વારસાને સંભાળવાના હેતુથી વિશ્વ ધરોહર દિવસની ઉજવણી

દર વર્ષે 18મી એપ્રિલે સમગ્ર વિશ્વમાં હાજર વારસાને સંભાળવાના હેતુથી વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે. જેથી લોકો સાંસ્કૃતિક સ્થળોનું મહત્વ સમજી શકે. તો ચાલો જાણીએ કે આ વખતે હેરિટેજ ડે કઈ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો છે.

 સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોની પહેલથી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંધિ, વિશ્વના વારસાના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે આ સંધિ વર્ષ ૧૯૭૨ માં લાગુ કરવામાં આવી હતી. સંધિ હેઠળ મુખ્ય ત્રણ શ્રેણીની ધરોહરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પ્રાકૃતિક ધરોહર સ્થળ, સાંસ્કૃતિક ધરોહર સ્થળ અને મિશ્ર ધરોહર સ્થળ. વર્ષ ૧૯૮૨ માં, ઇકોમાર્ક નામની સંસ્થાએ ટ્યુનિશિયામાં આંતરરાષ્ટ્રીય મેમોરિયલ અને સાઇટ ડેનું આયોજન કર્યું હતું. આ સંમેલનમા એ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો કે વિશ્વભરમાં આ પ્રકારનો દિવસ ઉજવવા માટે કંઈક આયોજન કરવું જોઈએ. ત્યારબાદ UNESCOના મહાસંમેલનની મંજૂરી બાદ ૧૮ એપ્રિલને વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. તે પહેલા ૧૮ એપ્રિલ વિશ્વ સ્મારક અને પુરાતત્વ સ્થળ દિવસ તરીકે ઉજવવાની પરંપરા હતી. 

આખા વિશ્વમાં અંદાજે કુલ ૧૧૨૧ ધરોહરો આવેલી છે. જેમાં ૮૬૯ સાંસ્કૃતિક ધરોહરો, ૨૧૩ કુદરતી કે પ્રાકૃતિક ધરોહરો અને ૩૯ મિશ્ર ધરોહર છે. જેમાંથી ભારતમાં કુલ ૩૮ ધરોહર આવેલી છે, જેમાં ૩૦ સાંસ્કૃતિક ધરોહર, ૭ કુદરતી કે પ્રાકૃતિક ધરોહર અને ૧ મિશ્ર ધરોહરનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં ઘણી ઐતિહાસિક વારસાની જગ્યાઓ છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી પહોંચે છે. આ વિરાસતો માત્ર જૂની સંસ્કૃતિનો અહેસાસ જ નથી, પરંતુ પોતાની સાથે જોડાયેલી કહાનીઓ પણ જણાવે છે. આ દિવસ દરેક દેશ માટે ખાસ છે, જે તેની સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો, અનન્ય મકાન શૈલી, ઇમારતો અને સ્મારકોની સુંદરતા જાળવી રાખવા માગે છે અને આવનારી દરેક પેઢીને તેમના મહત્વ વિશે જણાવવા માગે છે.

 વિશ્વમાં ઘણી બધી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. યુનેસ્કો દર વર્ષે લગભગ 25 હેરિટેજ સાઇટ્સને વર્લ્ડ હેરિટેજની યાદીમાં શામેલ કરે છે, જેથી તે હેરિટેજને સુરક્ષિત રાખી શકાય. વિશ્વભરમાં ઘણી સંસ્થાઓ છે, જે હેરિટેજના સંરક્ષણ પર કામ કરી રહી છે. આ સંસ્થાઓ પોતપોતાની રીતે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવે છે. આ દિવસે હેરિટેજ વોક અને ફોટોવોકનું આયોજન કરવામાં આવે છે. લોકો હેરિટેજ ટૂર પર જાય છે. તેમનું રક્ષણ કરવાનો સંકલ્પ લે છે. લોકોને તેમના દેશના વારસા વિશે જાગૃત કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક વારસાની સમજણ અને પ્રશંસાને પ્રોત્સાહન આપવાનો અને આ સાઇટ્સ જે જોખમોનો સામનો કરે છે, જેમ કે આબોહવા પરિવર્તન, કુદરતી આફતો અને માનવ પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ લાવવાનો છે. દર વર્ષે, સાંસ્કૃતિક વારસાના ચોક્કસ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિશ્વ હેરિટેજ દિવસ માટે થીમ પસંદ કરવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ ડે 2024 ની થીમ ""Discover and experience diversity" છે.

સાબરમતી નદીના પૂર્વ કિનારે 15મી સદીમાં સુલતાન અહમદ શાહ દ્વારા સ્થપાયેલું અમદાવાદ શહેર, સલ્તનત સમયનો સમૃદ્ધ સ્થાપત્ય વારસો રજૂ કરે છે, ખાસ કરીને ભદ્રનો કિલ્લો, કિલ્લા શહેરની દિવાલો અને દરવાજાઓ અને અસંખ્ય મસ્જિદો અને કબરો તેમજ પછીના સમયગાળાના મહત્વપૂર્ણ હિન્દુ અને જૈન મંદિરો. શહેરી ફેબ્રિક ગીચ પરંપરાગત શેરીઓ (પુરા) માં ગીચતાથી ભરેલા પરંપરાગત ઘરો (પોળ )થી બનેલું છે જેમાં પક્ષીઓના ખોરાક, જાહેર કૂવા અને ધાર્મિક સંસ્થાઓ જેવી લાક્ષણિકતા છે. આ શહેર ગુજરાત રાજ્યની રાજધાની તરીકે છ સદીઓ સુધી, વર્તમાન સુધી વિકસતું રહ્યું હતું.અમદાવાદ શહેર 2017ની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામનાર ભારતનું પ્રથમ શહેર છે. અમદાવાદ શહેર અગાઉ આશા ભીલના આશાવલ તરીકે જાણીતું હતું, કરણદેવની કર્ણાવતી, સુલતાન અહેમદ શાહનું અમદાવાદ, રાજનગર, જૈન ધર્મની રાજધાની, મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું રાજકીય-સાંસ્કૃતિક શહેર અને ‘અમદાવાદીઓ’નું અમદાવાદ. અંગ્રેજોએ તેને અમદાવાદ તરીકે જોડ્યું અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે અમદાવાદ તરીકે જાણીતું બન્યું હતું.

ગુજરાત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આર્કિટેક્ચરલ ભૂતકાળના પ્રતીકો એવા ભવ્ય હેરિટેજ સ્થળોથી ભરેલું છે.  રાજ્યમાં અત્યાર સુધી ચાર સ્થાનોને યુનેસ્કો દ્વારા હેરિટેજ સ્થળનું બિરુદ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેર, ધોળાવીરા, પાટણની રાણકી વાવ અને ચાંપાનેર -પાવાગઢનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઐતિહાસિક સ્થળોમાં રાણી કી વાવ. જટિલ અને ભવ્ય કોતરણી, દ્વારકાધીશ મંદિર. એક પ્રખ્યાત હિન્દુ મંદિર, વિજય વિલાસ પેલેસ. કચ્છ પરિવારનું ઉનાળુ નિવાસસ્થાન, ચાંપાનેર-પાવાગઢ  પુરાતત્ત્વીય ઉદ્યાન. વર્લ્ડ હેરિટેજ સાઇટ, સૂર્ય મંદિર. એક આર્કિટેક્ચરલ માસ્ટરપીસ, અમદાવાદ. ગુજરાતનું હેરિટેજ સિટી, સીદી સૈયદ મસ્જિદ. એક અદભૂત સાઇટ, પ્રાગ મહેલ. એક આર્કિટેક્ચરલ અજાયબી, ચાંપાનેર જૈન મંદિર. એક અગ્રણી જૈન તીર્થસ્થાન, ધોલાવિરા. ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ, ઉપરકોટ કિલ્લો. એક પ્રખ્યાત ઐતિહાસિક સ્થળ, ભદ્રનો કિલ્લો અને તીન દરવાજા. ભીંતચિત્રો અને જટિલ કોતરણી સહિતનો સમાવેશ થાય છે.

વડોદરા શહેર ઐતિહાસિક અને પૌરાણિક નગરી છે. આ શહેર ખૂબ જૂનું અને જાણીતું છે. આજની યુવા પેઢીને આ શહેરના ઐતિહાસિક સ્થળો અને ઇતિહાસ અને વારસાને જાણવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. આજનું વડોદરા તો 511 વર્ષ પહેલા પણ અસ્તિત્વ ધરાવતું હતું. પણ તે વખતે તે છુટા છવાયા ગામડાઓ તરીકે વિશ્વામિત્રી નદીના કિનારે અલગ અલગ વિસ્તારોમાં વિકસ્યું હતું. જેમ કે આજનો અકોટા વિસ્તાર અંકોટક તરીકે જાણીતો હતો અને આજના ભીમનાથ મંદિરની આસપાસ અંકોટક આવેલું હતું. જેનો ઈતિહાસ 2000 વર્ષ કરતા વધારે જુનો છે. વડોદરામાં વિવિધ પોળો, શેરીઓ, વિવિધ શિલ્પ સ્થાપત્ય, મહેલો અને ભવનો, બાગ બગીચાઓ, તળાવો, બજારો આવેલા છે. આ શાંતિ ભર્યા શહેરમાં ઘણા હેરિટેજ સ્થળો આવેલા છે.  લક્ષ્મીવિલાસ પેલેસ ભારતનું સૌથી મોટું વ્યક્તિગત ઘર છે. વડોદરા શહેર ચાર દરવાજાઓથી જાણીતું છે. જેમાં લેરીપુરા, ગેંડીગેટ, પાણીગેટ અને ચાંપાનેર દરવાજો આવેલો છે. આ ચાર દરવાજાની વાત થતી હોય એટલે માંડવી ઇમારતની વાત આવે જ. મહારાણી જમનાબાઈ ની સ્મૃતિમાં બાંધવામાં આવેલ હોવાથી આ ઈમારતને મહારાણી ચીમનાબાઈ ન્યાય મંદિર એવું નામ આપવામાં આવ્યું. કોઈ કોર્ટની ઇમારતને ન્યાયમંદિર જેવું નામ આપવામાં આવ્યું હોય તેવી ઘટના સમગ્ર હિન્દુસ્તાનમાં પ્રથમ વખત વડોદરામાં બની હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત છે.  વડોદરાના જે તે સમયના ગોપાળ તાંબેકર દિવાન હતા, જેમણે રાવપુરા વિસ્તારમાં આ હવેલી બનાવી હતી. આ હવેલીમાં રામાયણ મહાભારતના દ્રશ્યો, હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો, કુકડા પર સવાર બહુચર માં, રિદ્ધિ સિદ્ધિ સાથે ગણેશજી, નાગ પર વિષ્ણુ ભગવાન, સમુદ્ર મંથનનું દ્રશ્ય, મરાઠા અને અંગ્રેજો વચ્ચેનું યુદ્ધ, પારસી અને અંગ્રેજ ચિત્રોની પ્રતિકૃતિ જેવા ભીંતચિત્રો અહીં જોવા મળે છે. વડોદરામાં પણ ઉત્કૃષ્ટ લાઇબ્રેરી બનાવી. મહારાજાની દીર્ઘદ્રષ્ટિ એવી હતી કે આ ઈમારત ખૂબ મજબૂત અને ટકાઉ બનવી જોઈએ, આથી તેઓએ આ ઈમારતના બાંધકામમાં વપરાયેલું લોખંડ યુ.કે.થી મંગાવ્યું હતું તથા લાઇબ્રેરીનું ફ્લોરિંગ સંપૂર્ણપણે કાચથી બનેલું છે અને આ કાચ પણ બેલ્જિયમથી મંગાવ્યા હતા. આ લાઇબ્રેરીમાં ત્રણ લાખથી પણ વધુ પુસ્તકો હજુ આજે સચવાયેલા છે.  રાવપુરા ટાવર  ટોચ પર ચારે દિશામાંથી જોઈ શકાય તે રીતે ઘડિયાળની સંરચના કરવામાં આવી. મહારાજા સયાજીરાવની સ્મૃતિઓને જીવંત રાખતું એક સ્મારક સયાજી સર્કલ પણ છે. વડોદરા ની આ ઓળખ મહારાજા સયાજીરાવ ગાયકવાડની અશ્વારૂઢ પ્રતિમા છે. તેના રંગને કારણે માત્ર વડોદરામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી કાલાઘોડા તરીકે પ્રખ્યાત છે. ખંડેરાવ માર્કેટ એ વડોદરા શહેરમાં આવેલી એક પ્રખ્યાત અને ભવ્ય ઇમારત છે.