અમદાવાદે આજે પણ ઐતિહાસિક વારસા અને સ્મારકોને જાળવી રાખ્યા

- આ વર્ષની થીમ “ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટી

વિશ્વ ધરોહર દિવસ, જે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને જાળવણીને પ્રોત્સાહન આપે છે. આ દિવસ રિમાઈન્ડર છે, જે લોકોને યાદ અપાવે છે કે સાંસ્કૃતિક વારસો એ માત્ર ભૂતકાળની વસ્તુ નથી પરંતુ એવી મૂલ્યવાન ભેટ છે આજે પણ સુસંગત છે અને ભવિષ્યને આકાર આપવાનું ચાલું રાખશે. દર વર્ષે 18 એપ્રિલના રોજ વિશ્વ ધરોહર દિવસ ઉજવવામાં આવે છે. સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનું જતન કરવાના ઉદ્દેશ સાથે આ દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી એક ખાસ થીમ સાથે થતી હોય છે. આ વર્ષની થીમ “ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટી છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં ભારતના 42 સ્થળોને સ્થાન મળ્યુ છે. ગુજરાતમાં કુલ ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. જેમાં ચાંપાનેર, અમદાવાદ શહેર, ધોળાવીરા અને રાણકી વાવનો સમાવેશ થાય છે. હેરિટેજ મકાનો, પ્રાચીન ઈમારતો, તળાવ, કુવા, આશ્રમ, કિલ્લો અને ત્રણ દરવાજા તથા ઐતિહાસિક આર્કિટેક્ચરના નમૂના અમદાવાદમાં છે. આ ઉપરાંત પોળમાં હેરિટેજ વોક, રોબોટિક ગેલેરી, સાયન્સ સીટી, માણેક ચોકમાં ગુજરાતી ભોજનની મજા અને ફરવા લાયક સ્થળોનો આનંદ માણવા માટે દેશ વિદેશથી લોકો અહીં આવે છે.

- અમદાવાદ એટલે પોળ સંસ્કૃતિની અણમોલ વિરાસત

અમદાવાદ શહેર ભલે ગમે તેટલું આધુનિક બની જાય પરંતુ તેણે આજે પણ પોતાના ઐતિહાસિક વારસાને અને ઐતિહાસિક સ્મારકોને જાળવી રાખ્યા છે જેના પરિણામ સ્વરૂપ 2017ની સાલમાં યુનેસ્કો તરફથી અમદાવાદ શહેરને હેરિટેજ સીટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલો હેરિટેજ વિભાગ દર વર્ષે નવેમ્બર મહિનામાં હેરિટેજ સપ્તાહની ઉજવણી કરે છે અને ઉજવણીના ભાગ તરીકે ઐતિહાસિક સ્મારકોની જાળવણી પ્રત્યે લોકજાગૃતિ વધે તે માટે વિવિધ કાર્યક્રમો અને હેરિટેજ વોકનું આયોજન કરે છે. પોળમાં આવેલાં અને વાસ્તુકલા ધરાવતા અદભૂત કાષ્ટ કોતરણીકામ કરેલાં મકાનો, સ્તંભો, ઝરૂખા, બારીઓ, મકાનોની અંદર આવેલા પીવાના પાણીના સંગ્રહ માટે બનાવેલા થાળા, પોળના ચબુતરા, ઓટલા અને ચોકની રચના જોઇને હેરીટેઝ વોકના મુલાકાતીઓ દંગ રહી જાય છે.

- અમદાવાદ જીલ્લા ના જોવાલાયક સ્થળો

- ઝુલતા મિનારા - હેરિટેજ વોક - એન સી મેહતા ગેલેરી - ઇન્દ્રોડા કુદરત પાર્ક - સરદાર પટેલ મ્યુઝિયમ - કોમ્યુનિટી સાયન્સ સેન્ટર - ઇન્ડોલોજી સંસ્થા - આર્ટ્સ કનોરિઆ સેન્ટર - સંસ્કાર કેન્દ્ર - મહુડી જૈન મંદિર - સરખેજ રોજા - અક્ષરધામ - વેચાર વાસણ મ્યુઝિયમ - સાયન્સ સિટી - ઓલ્ડ સિટી - પોળ - કેલિકો મ્યુઝિયમ એન્ડ સારાભાઈ ફાઉન્ડેશન - શ્રેયસ ફોક મ્યુઝિયમ - CEPT કેમ્પસ - ઓટો વર્લ્ડ - અડાલજ વાવ - માણેક ચોક - વિશાલા - સુંદરવન - રાની કોઈ હજિરો - બાદશાહ કોઈ હજીરો - કોચરબ આશ્રમ -  રવિવારી બજાર -  - દાદા હરીર વાવ(પગથિયા કૂવો) - અસારવા - - કોટવાળું શહેર અને દરવાજો -  જામા મસ્જિદ -  કાંકરીયા તળાવ - ગાંધી આશ્રમ -  સ્વામિનારાયણ મંદિર - કાલુપુર -  સીદી સઇદ મસ્જીદ - લાલ દર​વાજા - - હઠીસિંહ જૈન મંદિર - દિલ્હી દરવાજા

- ભવ્ય વારસાનાં ઘણાં જાણ્યાં, અજાણ્યાં સ્થળો

 અમદાવાદની ઘણી હેરિટેજ ઇમારતોની દુર્દશાની કોઈને દરકાર નથી. જ્યારે ઘણી જાજરમાન ઉત્કૃષ્ટ ઇમારતો વિશે આસપાસ થોડે દૂર રહેતા લોકો પણ એકદમ અજાણ છે.  પહેલાંના રાજાઓ પ્રજાને સારી રીતે પાણી મળી રહે એ હેતુથી કૂવાઓ-વાવ ગળાવતા હતા ખાસ તો વાવના બાંધકામની અદભુત કળાકારીગરીને લઈને ગુજરાતની ઘણી વાવ વિશ્વ સ્તરે જાણીતી છે, અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં ઘણીબધી વાવ બનાવવામાં આવી હતી. તેમાંની એક છે માતા ભવાનીની વાવ જે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે. તેમજ બહેરામપુરામાં આ દરગાહ આવેલી છે. મીર અબુ તુરબ અકબરના એક વિશ્વાસુ- ચીફ ઓફ પિલગ્રીમ્સ હતા. તેમની આ દરગાહ નિહાળવી દર્શનીય લહાવો બને છે. 

- રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા

ઐતિહાસિક અને અદ્યતનના સુભગ સમન્વય સમાન અમદાવાદ શહેર એક સમયે પોળો અને દરવાજા માટે જાણીતું હતું. હવે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. અમદાવાદની ઓળખ ગાતા આજે રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે. પ્રાચીન મંદિરો, જુની ઈમારતો અનેક સ્થાપત્યો જે અમદાવાદના ઈતિહાસ સાથે હજુ પણ જોડાયેલા છે. અમદાવાદની સ્થાપના થઈ તે સમયે એક અલગ અમદાવાદ જોવા મળતું હતું. અત્યારના અમદાવાદમાં સાંસ્કૃતિક, આર્થિક અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. છેલ્લા બે દાયકાયોમાં ઘણું પરિવર્તન થયું છે. યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવનાર અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે .અમદાવાદ પહેલા કર્ણાવતી તરીકે જાણીતું હતું અને 1411 પછી મુઝફ્ફર વંશના સુલતાન અહેમદ શાહ દ્વારા તેનું નામ બદલીને કરવામાં આવ્યું હતું, જ્યારે તેણે રાજા કર્ણદેવ પાસેથી તેને જીતી લીધું હતું.

- યુનેસ્કોની આ પસંદગીને 20 દેશોનું સમર્થન મળ્યું હતું

અમદાવાદ શહેરમાં હિંદુ, મુસ્લિમ અને જૈન ધર્મના લોકો સંપથી રહે છે અને એને સંબંધિત અનેક સુંદર ઐતિહાસિક આર્કિટેક્ચરના નમૂના અમદાવાદમાં છે. આ કારણે જ યુનેસ્કો દ્વારા અમદાવાદની પસંદગી થઇ હતી. યુનેસ્કોએ આ અંગેના ઘોષણાપત્રમાં લખ્યું હતું કે , ‘15મી સદીમાં સુલતાન અહમદ શાહ દ્વારા વસાવવામાં આવેલ શહેર અમદાવાદ સાબરમતી નદીના પૂર્વ કિનારે આવેલું છે. આ શહેરમાં આર્કિટેક્ટના સુંદર ઉદાહરણો છે, જેમ કે, ભદ્ર ગઢ, કિલ્લાની દીવાલો અને ગેટ, અહીં આવેલ અનેક મસ્જિદો અને મકબરાઓ, અનેક હિંદુ અને જૈન મંદિરો વગેરે.’

  • એક સમયે અમદાવાદ કેવું લાગતું હતું

 

- કેવી રીતે પસંદ કરાય છે હેરિટેજ સિટી ?

કોઈ પણ સિટીને હેરિટેજ સિટી જાહેર કરવા પહેલા યુનેસ્કો દ્વારા અમુક વાતોને ધ્યાનમાં લેવામાં આવે છે. જે સિટી નોમિનેશનમાં છે તેમાં માનવીય મૂલ્યોની સાચવણી કેવી છે. કોઈ પણ સમયગાળા કે સાંસ્કૃતિક ક્ષેત્ર દરમિયાન આર્કિેટેક્ચર કે ટેક્નીકલ વિકાસ કેટલો થયો છે. આ સાથે જ તે જગ્યાની બનાવટ, ટાઉન પ્લાનિંગ અને તેની ડિઝાઈન્સનો ઉપયોગ કઈ રીતે કરાયો છે.  કોઈ પણ સિટીના સાંસ્કૃતિક વારસાની પરખ મેળવવી. જો લુપ્ત થઈ ગયો હોય તો તેના વિશે જાણવુ અને જો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહ્યો હોય તો તેના વિશે માહિતી એકત્ર કરવી. સિટીની ઈમારતો, આર્ટિકેટ અને ટેક્નિકલ વસ્તુઓની માહિતી મેળવવી જે સાંસ્કૃતિક વારસાનો ડિસ્પેલ કરતુ હોય અને માનવીય ઈતિહાસને જાહેર કરતી હોય