મુલાયમસિંહનો વારસો જાળવી રાખશે વહુ 'ડિમ્પલ યાદવ'

— મૈનપુરીમાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળશે

— ભાજપ ઉત્તરપ્રદેશની 80 સીટ જીતવનો દાવો કરે છે પણ ડિમ્પલ યાદવને પરાજિત કરવા મુશ્કેલ  

– ડાયમંડ શોખીન ડિમ્પલ યાદવ કરોડપતિ

મુલાયમ સિંહ યાદવના નિધન બાદ યુપીની મેનપુરી લોકસભાની બેઠક પર અખિલેશના પત્ની ડિંપલ યાદવનો દબદબો છે,મુલાયમસિંહના વારસામાં મળેલી મેનપુરી સીટ પર ફરી એકવાર સમાજવાદી પાર્ટી તરફથી ડિમ્પલ યાદવ ઉમેદવાર છે,સમાજવાદી પક્ષ અને કોંગેસના ગઠબંધન સાથે મેપુરીની બેઠક પર ડિમ્પલ યાદવ વધુ મજબૂત બને તેવી રાજકીય નિષ્ણાતોની ભવિષ્યવાણી વચ્ચે ભાજપે પણ આ વેળાએ ડિમ્પલ યાદવને કડી ટક્કર આપે તેવા ઉમેદવાર પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહને મેદાનમાં ઉતાર્યા છે.જયવીર સિંહની એંટ્રી સાથે જ મેનપુરીનો મુકાબલો રસપ્રદ બન્યો છે તેમાંય બસપાના માયાવતીએ પણ આ બેઠક પર પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે અને તે પણ યાદવ ઉમેદવાર રાખતા ડિમ્પલ યાદવની મુશ્કેલી વધી શકે છે,જોકે મેનપુરીમાં સસરાના વારસાને ડિમ્પલ યાદવ જાળવી શકે છે કે કેમ તે તો પરિણામ પછી જ ખબર પડશે.જોકે ડિમ્પલ યાદવે મૈનપુરી લોકસભા સીટ માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે, ભાજપ શાસન હેઠળ રાષ્ટ્ર દ્વારા સામનો કરવામાં આવતા દબાણયુક્ત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.ડિમ્પલ યાદવ હવે ખોખરી ને પોતાની વાત કહે છે,ભાજપ પર પ્રહારો કરી બેરોજગારી મુદ્દે મોદી સરકારને આડે હાથ લીધી હતી. ડિમ્પલ યાદવ ડાયમંડના શોખીન છે અને કરોડપતિ પણ છે ત્યારે મૈનપુરીમાં કોનો પાવર ચાલે છે તે જોવું રસપ્રદ હશે.

— ડિમ્પલ યાદવની રાજકીય સફર

ચૂંટણીના રાજકારણમાં ડિમ્પલ યાદવની શરૂઆતથી 2022માં મૈનપુરી લોકસભા પેટાચૂંટણીમાં થઇ, સસરા મુલાયમ સિંહ યાદવના નિધન પછી આવી પડેલી આ પેટાચૂંટણીમાં સસરાનો વારસો પુત્રવધુ ને મળ્યો,જેની અસર પણ જોવા મળી વહુ અહીંથી ભવ્ય જીત સાથે કુશળ રાજનેતા પણ બનીને બહાર આવી,હાલ મૈનપુરીમાં ડિમ્પલ યાદવનો પ્રભાવ તેની રાજકીય કુશળતાને દર્શાવે છે.ડિમ્પલ યાદવે સમગ્ર કાર્યકાળ દરમિયાન યુવા સશક્તિકરણ અને સામાજિક-આર્થિક વિકાસના ઉદ્દેશ્યને આગળ ધપાવ્યું છે.ડિજિટલ વિભાજનને સંબોધિત કરવા અને લેપટોપ વિતરણ કાર્યક્રમો જેવી પહેલો માટે હિમાયત કરવા પર ભાર મૂકી તકનીકી અસમાનતાઓને દૂર કરવા તરફના સક્રિય અભિગમ અપનાવ્યો.ડિમ્પલ યાદવની શાલીનતાનું ઉદાહરણ એક રેલીમાં પણ જોવા મળ્યું હતું.અલ્લાહબાદની રેલીમાં સપાના કેટલાક કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરવા છતાંય તોછડાઈ ભર્યું વર્તન ચાલુ રાખ્યું હતું પરંતુ મુખ્યપ્રધાન અખિલેશ યાદવના પત્ની ડિમ્પલે સ્થિતિને સમજદારીપૂર્વક હેન્ડલ કરી મંચ પરથી "તમારા ભાઈને કહી દઈશ"નો સામાન્ય છણકો કર્યો, પરંતુ ગુસ્સો વ્યક્ત કર્યો ન હતો.

— અખિલેશ-ડિમ્પલની સફળ રાજકીય જોડી માનવામાં આવે છે

મુલાયમ સિંહ યાદવના મોટા પુત્ર અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પહેલી નજરમાં જ ઉત્તરાખંડના લેફ્ટનન્ટ કર્નલ એસસી રાવતની પુત્રી ડિમ્પલ ગમી ગઈ હતી.અખિલેશ અને ડિમ્પલની પહેલી મુલાકાત એક મિત્ર દ્વારા થઈ હતી.બંને એક મિત્રના ઘરે મળ્યા હતા.તે સમયે ડિમ્પલ 17 વર્ષની હતી અને અખિલેશ 21 વર્ષનો હતો.અખિલેશ તે સમયે મૈસૂરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા.અહીં થયેલી ઓળખ પ્રેમમાં બદલાઈ ગઈ,આજે લગ્ન પછી 24 વર્ષથી આ કપલની સુખદ જીવન જીવી રહ્યું છે. બંને વચ્ચેની અદભૂત કેમેસ્ટ્રી આજે પણ જોવા મળે છે.ડિમ્પલ અખિલેશના દરેક નિર્ણય સાથે મક્કમતાથી ઉભી જોવા મળી રહી છે.બંનેને ત્રણ બાળકો છે. સૌથી મોટી અદિતિ યાદવ છે. પછી ટીના અને અર્જુન છે. આ બંને જોડિયા છે. આ બંનેની જોડીને રાજકીય જોડીમાં સૌથી સફળ જોડી માનવામાં આવે છે.

— મેનપુરીમાં ત્રિપાંખીયો જંગ..

ઉતરપ્રદેશની મેનપુરીની વીઆઈપી બેઠકનો જંગ ભારે ચર્ચામાં છે,અહીં અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવને ટકકર આપવા ભાજપે મંત્રી જયવીર સિંહને મેદાનમાં ઉતાર્યા છે,તો બહુજન સમાજ પક્ષ અને ઓલ ઈન્ડિયા મસ્જિદએ મુસલમીનના અસદુદ્દીન ઔવેસી પણ સમાંતર રીતે ચૂંટણી લડી રહ્યા છે.માયાવતીએ આ બેઠક પર અગાઉ ઉમેદવાર ગુલશન સાકયને તિકતિ આપી હતી જે બાદમાં બદલી શિવપ્રતાપ યાદવને ઉમેદવાર બનાવ્યા હતા.જેથી અહીંના યાદવ મતોમાં ભાગલા પડશે તેવી ધારણા સિવાય છે જે ડિમ્પલ યાદવ માટે મુશ્કેલી સર્જાય તેવા સંકેત આપે છે.

— યાત્રીઓ કૃપા કરી ધ્યાન આપો...

ડિમ્પલ યાદવની રાજકીય સફરની શરૂઆત વખતે બનેલો એક કિસ્સો આજે પણ ચૂંટણીના માહોલમાં ચર્ચામાં છે.પેટ ચૂંટણી દરમિયાન મૈનપુરી લોકસભા સપાના ઉમેદવાર ડિમ્પલ યાદવ માટે યુપીના ઇટાવા રેલવે સ્ટેશનના પૂછપરછ કાઉન્ટર પરથી પ્રચાર કરવામાં આવ્યો હતો.મોડી રાત્રે જ્યારે ઈન્કવાયરી કાઉન્ટર પરથી ડિમ્પલ યાદવ ઝિંદાબાદના નારા ગુંજવા લાગ્યા ત્યારે ત્યાં હાજર મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા.ડિમ્પલ ભાભીને મૈનપુરીથી જીતાડોના  એનાઉન્સમેન્ટથી હંગામો મચી ગયો હતો.સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળ્યા બાદ એડીએમએ સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને પત્ર પાઠવી તપાસ બાદ દોષિતો સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

— 18 વર્ષમાં બદલાઈ ગયા ડિમ્પલ યાદવ

- સાંસદ અને મુખ્યપ્રધાનના પત્ની બન્યા બાદ ડિમ્પલ યાદવ ઘણાં બદલાઈ ગયાં છે. 
- 1999માં અખિલેશ યાદવ સાથે લગ્ન થયા, ત્યારે ડિમ્પલ યાદવની છાપ શરમાળ વહુની હતી. જે ઘરની બહાર પણ નીકળતી ન હતી. 
- વર્ષ 2013માં અખિલેશ યાદવે ડિમ્પલને રાજકારણમાં ઉતાર્યાં. 
- લોકસભાની ચૂંટણીઓ જીતીને કન્નૌજની બેઠક પરથી ડિમ્પલ સાંસદ બન્યા. 
- પરિવારના આંતરિક વિવાદને ડિમ્પલ યાદવે જે રીતે ટેકલ કર્યો, તેની મીડિયામાં ભારે પ્રશંસા થઈ રહી છે. 
- ડિમ્પલ માત્ર પાર્ટીનો પ્રચાર જ નથી કરી રહ્યાં, પરંતુ વિપક્ષ પર પ્રહારો પણ કરે છે અને વિપક્ષના શાબ્દિક હુમલાઓના જવાબ પણ આપે છે. 
- સપામાં અખિલશ કેમ્પે ડિમ્પલ યાદવને મહત્વ આપ્યું છે અને મહિલાઓને આકર્ષવા 'સત્તા કી ચાભી, ડિમ્પલ ભાભી' જેવા સૂત્રો પણ વહેતા કર્યાં છે. 
- સપાના કાર્યકરોમાં ડિમ્પલ 'ભૌજી' (ભાભી) તરીકે વિખ્યાત છે.