હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં સતત બીજા દિવસે માવઠારૂપી વરસાદ વરસ્યો હતો,કચ્છના અંજારમાં પવન સાથે ધોધમાર વરસાદ પડતા ભાર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.બીજા દિવસે અંજાર ઉપરાંત ગાંધીધામ, ભુજ, રાપર તાલુકામાં પણ ધુળની ડમરી, વેગીલા વાયરા સાથે વરસાદી ઝાપટું પડયું હતું, જેના પગલે કયાંક માર્ગો ભીંજાયા હતા તો કયાંક જોશભેર પાણી વહી નીકળ્યા હતા.