અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ખોડીવડલી સર્કલ નજીક ડીવાયએસપીના ડ્રાઈવર ઉપર તલોદના શખસે હુમલો કર્યો હતો. જવાન જીપ મુકી બહાર આવતા જ પાછળથી એક શખસે આવી માથાના ભાગે લાકડીનો ફટકો મારી પાડી દીધો. જે બાદ અન્ય પોલીસ જવાનો પર હુમલો કરવા જતાં દબોચી પાડ્યો હતો. જે સમગ્ર ઘટનાના CCTV વાઇરલ થયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી યુવકને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.