23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર આ અંબાજી મેળામાં અંદાજે 40 લાખ યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા જોતા વ્યવસ્થાઓ વધારવામાં આવી છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવનાર છે કે જેમાં સૌથી વિશેષ છે અદ્ભુત તથા દિવ્ય લાઇટિંગ. યાત્રાળુઓ માટે પાણી, શૌચાલય, સ્વચ્છતા તથા આશ્રય સ્થાનોની સુવિધામાં પણ વધારો કરાયો છે.