કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં એસઆઇટીની ટીમે વધુ 7 આરોપીને ઝડપી લીધા છે.આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી ખોટા જીએસટી નંબર મેળવી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું,જે અંગે પાલીતાણા,ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશન અને અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ રેન્જ આઈ.જી દ્વારા એસઆઇટીની રચના કરવામાં આવી હતી ત્યારે એસઆઇટીની ટીમે વધુ 7 આરોપીને પકડી વધુ તાપસ હાથ ધરી છે.