ભુજમાં છેલ્લા 11 દિવસથી પાણી વિતરણ વ્યવસ્થાને લઇ ભારે હોબાળો બાદ હવે ભુજીયા ટાંકે શનિવારની રાત્રે 1 વાગ્યે ભુજ નગરપાલિકાની વોટર સપ્લાય બ્રાન્ચના ઈજનેર મનદીપ સોલંકી ઉપર શાસક પક્ષના નગરસેવક ધર્મેશ ગોરે જાનલેવા હુમલો કર્યાની પોલીસ ફરિયાદ થઇ છે. જમીનથી 15 ફૂટ ઊંચાઈએ આવેલા સમ્પ પર ધક્કો મારી ગાળાગાળી કર્યાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.નશામાં માર માર્યો હોવાનો પણ આરોપ લગાવાયો છે.