આંબાવાડીથી વસ્ત્રાપુર જતા રોડ ઉપર પાંજરાપોળ જંકશન ખાતે રુપિયા ૭૩ કરોડના ખર્ચે ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવા મ્યુનિ.તંત્રે કવાયત શરુ કરી છે.બ્રિજની લંબાઈ ૬૫૨ મીટર તથા પહોળાઈ ૧૭ મીટર રાખવામાં આવી છે.બે વર્ષમાં બ્રિજ બનીને તૈયાર કરાશે.બ્રિજ બન્યા બાદ ૧.૫૦ લાખની વસ્તીને લાભ મળશે.સમય,ઈંધણ અને પોલ્યુશનની સમસ્યાનો ઉકેલ આવશે