કોરોના યોદ્ધાના 21 પરિવારને પરિવાર દીઠ 25 લાખની સહાય ચૂકવી
ટ્રાફિક સરળતા માટે સર્કલોની સાઈઝ ઘટાડી , સયાજી બાગનું એવિયર આકર્ષણનું કેન્દ્ર
વડોદરા મનપાના મેયર સહિતના હોદ્દેદારોની સોમવારે અઢી વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારે આ બોર્ડ દ્વારા પ્રાથમિક સુવિધા પાછળ 1818.5 કરોડથી વધુના કામોને મંજૂરી ઉપરાંત ટ્રાફિકમાં સરળતા હેતુ સર્કલોની સાઈઝ ઘટાડવા સાથે ખાસ કરીને કોરોના યોદ્ધા (કોરોનાકાળમાં મૃત્યુ પામનાર સફાઈ સેવક)ના 21 પરિવારને પરિવાર દીઠ 25 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
રાજ્યમાં પ્રણાલીકા મુજબ હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે વડોદરા મનપાના મેયર ,ડેપ્યુટી મેયર ,ચેરમેન સહિતના હોદ્દેદારોની પણ સોમવારે ટર્મ પૂરી થઈ રહી છે. પાછલા બોર્ડની વિદાય સાથે તેમના વિકાસ કામોની ઝાંખીની વાત કરીએ, તો ડ્રેનેજ શાખાના 678.5 કરોડના કામો, બ્રિજ શાખાના 275 કરોડના કામો, એફોર્ડેબલ આવાસોના 288 કરોડના કામો, રોડ શાખાના 154 કરોડના કામો, સ્ટ્રીટ લાઈટ શાખાના 73 કરોડના કામો, બિલ્ડીંગ શાખાના 69 કરોડના કામો, વરસાદી ગટર શાખાના 32 કરોડના કામો અને ત